Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

આ ખાડી દેશ પ્રવાસી લોકોની વધતી વસ્તીને ઓછી કરવા માંગે છે

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી અને ક્રૂડ ઓઈલના કિંમતોમાં ભારે ઘટાડાને કારણે ખાડીના દેશોની અર્થવ્યવસ્થા પર ઘણી અસર પડી છે. એવામાં હવે આ ખાડી દેશ પ્રવાસી લોકોની વધતી વસતીને ઓછી કરવા માગે છે. આ ખાડી દેશના પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં પ્રવાસી લોકોની વધતી વસતીને ઓછી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, પ્રવાસી લોકોની વસતીને અડધાથી વધારે હટાવવાની જરૂર છે અને તેને 30 ટકાના સ્તરે લાવવાની જરૂર છે. જો તમને જાણ હોય તો યૂનાઈટેડ અરબ અમીરાતમાં સૌથી વધારે પ્રવાસી વસે છે. ત્યાંની વસતીમાં 88.4 ટકા લોકો પ્રવાસી છે.

એવી જ રીતે કુવૈતની વસતીમાં 73.64 ટકા વસતી પ્રવાસી લોકોની છે. હાલમાં કુવૈતની વસતી લગભગ 48 લાખ છે, જેમાં વિદેશી લોકોની વસતી લગભદ 34 લાખ છે. કુવૈતના પ્રધાનમંત્રી શેખ સબહ અલ ખાલિદ અલ સબહએ સ્થાનિક પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, અમે નજીકના ભવિષ્યમાં આ અસંતુલન પર ધ્યાન આપવા માગીએ છીએ. અમે વાસ્તવમાં દેશમાં મૂળનિવાસી અને પ્રવાસીઓના મામલામાં એક સંતુલન કાયમ કરવા માગીએ છીએ.

(6:00 pm IST)