Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

2020નો મેં મહિનો હવામાન વિભાગે ઇતિહાસનો સૌથી વધારે ગરમ મહિનો જણાવ્યો

નવી દિલ્હી: વર્ષ 2020નો મેનો મહિનો હવામાન ઈતિહાસનો સૌથી ગરમ મહિનો બનીને બહાર આવ્યો છે. તેનું સરેરાશ તાપમાન વર્ષ 1981 થી 2010 વચ્ચેના કોઈપણ મે મહિનાથી 0.63 ડીગ્રી સેલ્સીયસ વધુ નોંધાયું છે. કોપર નિકસ કલાઈમેટ ચેન્જ સર્વિસ એ ગઈકાલે આ જાહેરાત કરી હતી.

સીસીસીએસ અનુસાર યુરોપથી લઈને ઉતર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એન્ટાર્કટીકા સુધીમાં મે મહિનામાં સામાન્યથી અધિક તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આઈબીરીયામાં સરેરાશ તાપમાન સામાન્યથી 10 ડીગ્રી ઉપર પહોંચી ગયું હતું. સંસ્થા સાથે સંલગ્ન ફેઝા મૌસમ ઈતિહાસના પાંચ સૌથી ગરમ વર્ષોમાંથી એક બનવાની નજીક છે. ગત 12 મહિના (જૂન 2019થી મે 2020)ને સૌથી ગરમ 12 મહિનાનો સમયગાળો બતાવવામાં આવી રહ્યા છે.

(5:55 pm IST)