Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ભારતમાં લોકડાઉન હટાવવાને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક પ્રમુખે આપી ચેતવણી

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (World Health Organization) એક પ્રમુખ નિષ્ણાંતે ભારતને ચેતવણી આપતા કહ્યું કે, લૉકડાઉન હટવાથી ભારતમાં કોરોના વાયરસના મામલામાં ઉછાળ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસ મહામારીને લઈને સ્થિતિ હજુ વિસ્ફોટક નથી, પરંતુ દેશમાં માર્ચમાં લાગૂ લૉકડાઉન હટાવવાની સાથે આ પ્રકારનું જોખમ બનેલું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્વાસ્થ્ય આપાત સ્થિતિ કાર્યક્રમના કાર્યકારી ડાયરેક્ટર મિશેલ રિયાને શુક્રવારે કહ્યુકે, ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા બમણી થવાના સમયનું સ્તર આ સમયે આશરે ત્રણ સપ્તાહ છે.

રિયાને જેનેવામા કહ્યુ કે, ભારતના વિવિધ ભાગમાં મહામારીની અસર અલગ-અલગ છે અને શહેરો તથા ગ્રામીણ ક્ષેત્રની વચ્ચે તેમાં અંતર છે. દક્ષિણ એશિયામાં ન માત્ર ભારત પરંતુ ગીચ વસ્તીવાળા બીજા દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ મહામારીનું રૂપ વિસ્ફોટક થયું નથી. પરંતુ તેમ થવાનો ખતરો હંમેશા યથાવત છે.

(5:55 pm IST)