Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

અમેરિકાના જોર્જિયોમાં ઉડાન ભરેલ પ્લેન ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થતા પાંચ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: અમેરિકાના જોર્જિયામાં જેટ પ્લેન ક્રેશ થતાં પાંચ લોકોના મોત થયા છે. આ જેટ પ્લેનમાં એક જ પરિવારના ચાર લોકો સવાર હતા જે એક અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઇન્ડિયાના જઇ રહ્યા હતા. જેટ પ્લેન જોર્જિયાના ગ્રામીણ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. મીડિયા રિપોર્ટ મુજબ દુર્ધટનામાં પ્લેનમાં સવાર તમામ વ્યક્તિઓના મોત થયા છે.

ફે઼ડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના કહેવા મુજબ જેટ પ્લેન એ ફ્લોરિડાથી ન્યૂકેસલ, ઇન્ડિયાના માટે ઉડાન ભરી હતી. એક ગ્રામીણની માહિતી મુજબ ઉડાન ભરેલુ પ્લેન આગની જ્વાળાઓમાં લપેટાયેલુ હતું. આ ઘટના બપોરના સમયે દક્ષિણ-પૂર્વ એટલાન્ટાથી 161 કિમીના અંતરે એક ગ્રામીણ વિસ્તારમાં બની હતી.

(5:54 pm IST)