Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

આઇસ્ક્રીમ જેવા ટ્યુલિપનાં ફૂલ

નવી દિલ્હી,તા.૬: ટ્યુલિપનાં ફૂલોની ૬ પાંખડીઓ હોય છે, પરંતુ ૧૨ કરતાં વધારે પાંખડીઓનું ભરચક ટ્યુલિપનું ફૂલ (ટ્યુલિપા આઇસક્રીમ બલ્બ) છોડની ડાળી પર લાગ્યું હોય ત્યારે જોનારને આશ્ચર્ય થાય કે છોડની ઉપર વળી આઇસક્રીમ લટકતી હશે! પરંતુ ટ્યુલિપનાં ફૂલોનો આ અનોખો પ્રકાર છે.

ઉનાળામાં ઠંડી-ઠંડી ઋતુની યાદ અપાવે એવાં આ ફૂલો વિશે બોટની અને ખાસ કરીને પુષ્પશાસ્ત્રના શોખીનો કદાચ જાણતા હશે., પરંતુ અન્ય સર્વસામાન્ય લોકો તો ભૂલા પડી જાય એવાં સુંદર એ ફૂલો છે. ટ્યુલિપા આઇસક્રીમ બલ્બ સામાન્ય ટ્યુલિપ ફ્લાવર્સ કરતાં મોટા એટલે કે લગભગ ૪ સેન્ટિમીટર વ્યાસ ધરાવતા હોય છે.

ડાંખળી સાથે ૨૫ સેન્ટિમીટરનું ફૂલ હાથમાં પકડ્યું હોય તો જુદા પ્રકારનો આઇસક્રીમનો કોન પકડ્યો હોય એવું લાગતું હોય છે. આઇસક્રીમ ટ્યુલિપ્સ મુખ્યત્વે એપ્રિલ-મે મહિનામાં ખીલતાં હોય છે.

(2:41 pm IST)