Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

71 વર્ષીય બેઘર વૃધ્ધે યુનિવર્સીટીમાં લીધું એડમિશન: 48 વર્ષ પછી ડિગ્રી પૂર્ણ કરશે

નવી દિલ્હી: કહેવાય છે કે જો શોખ હોય તો કોઈ પણ વયે તેને પૂરો કરી શકાય છે ઘટનાને સાબિત કરતો એક કિસ્સો ટેક્સાસમાં બન્યો છે ટેક્સાસમાં એક 71 વર્ષીય વૃધ્ધે ટેક્સાસની યુનિવર્સીટીમાં એડમિશન ફરીથી લીધું છે અને હવે તે 48 વર્ષ પછી પોતાની ડિગ્રી પૂર્ણ કરવા ઈચ્છે છે અને તેમના ટ્યુશનની ફી પણ યુનિવર્સીટી ચુકવશે તે 1971માં આર્ટસમાં અભ્યાસ કરી રહ્યં હતા. અને હવે 48 વર્ષ પછી તેમને પોતાની ડિગ્રી પૂર્ણ કરવાની ઈચ્છા થઇ છે અને તેમને ટેક્સાસની યુનિવર્સીટીમાં એડમિશન લીધું હોવાની માહિતી મળી રહી છે.

(5:59 pm IST)