Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

સન સ્ક્રીન લોશનની જરૂર ઘરમાં પણ છે

સન સ્ક્રીન લોશનથી આપણી ચામડીને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની ઘાતક અસરથી બચાવી શકાય છે તે બહુ જાણીતી વાત છે. હવે નિષ્ણાંતોનું કહેવુ છે કે ઘરની બહાર જતા હોય ત્યારે તો તે લગાડવું જ જોઈએ પણ તમે ઘરની અંદર હો ત્યારે પણ તે લગાડવુ હવે જરૂરી બન્યુ છે.

આપણી રહેવાની અને સુવાની જગ્યાએ ટેકનોલોજી અને ઉપકરણોના નુકસાનકારક રેડીયશને ઘુસણખોરી કરી છે. ચામડીના રોગના નિષ્ણાત રશ્મી શર્માએ એક સ્ટેટમેન્ટમાં કહ્યુ છે કે, ડીજીટલ ઉપકરણો પરનો આધાર વધવાના કારણે આપણી ચામડી પર બ્લુ રે ની અસરો થાય છે. કન્ઝયુમરો અલ્ટ્રાવાયોલેટ કિરણો વિશે જાણતા હોવાથી સજાગ રહે છે પણ બ્લુ રે કિરણોથી થતા નુકસાન અંગે તથા તેનાથી બચવાના ઉપાયો વિશે તેઓ બહુ જાણતા નથી હોતા.

તેણીએ વધુમાં કહ્યું કે રીપોર્ટ અનુસાર દ્રશ્યમાન બ્લુ લાઈટ ચામડી પર સૌથી વધુ અસરકર્તા છે તેની અસરરૂપે વહેલો બુઢાપો, કરચલીઓ, ચામડીમાં ઢીલાશ, વાનમાં ફેરફાર જેવા રોગો થઈ શકે છે. બ્લુ લાઈટ (જે હાઈએનર્જી વીઝીબલ લાઈટ તરીકે પણ ઓળખાય છે)માં યુવીએની સરખામણીમાં ચામડીની વધુ અંદર સુધી જવાની શકિત હોવાથી તે વધુ જોખમ ઉભું કરે છે.

તેણી ભલામણ કરતા કહે છે કે, તમારે ઘરની બહાર અને અંદર પણ ચામડીની સુરક્ષા કરી શકે તેવુ લોશન પસંદ કરવું જોઈએ અને ડીજીટલ ડીવાઈસ સામે બેસતા પહેલા સન સ્ક્રીન લગાડવું જોઈએ.

ઓર્ગેનીક હાર્વેસ્ટના રીસર્ચ અને ડેવલોપમેન્ટના નિષ્ણાત ધર્મા રાજપૂતનું કહેવુ છે કે કાઓલીન કલે અને એલોવીરા જેવા ઈનગ્રેશ્યન્ટ ધરાવતુ સન સ્ક્રીન લગાડવુ સલાહ ભર્યુ છે કારણ કે તે ચામડીમાં રહેલી ઈમ્પ્યોરીટીને દૂર કરવાની સાથે ચામડીનું રક્ષણ પણ કરે છે.

રાજપૂતના કહેવા અનુસાર એક ચમચી ઓર્ગેનીક સન સ્ક્રીન યુવીએ અને બ્લુ રે સામે રક્ષણ પુરૂ પાડે છે અને તમે ઘરમાં હો ત્યારે પણ દર બે ત્રણ કલાકે તમારા ચહેરા પર લગાડતા રહેવું જોઈએ.

(3:19 pm IST)