Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

સદીઓ જૂનું ચેસનું આ મહોરૃં ૮.૭ કરોડ રૂપિયામાં વેચાવા નીકળ્યું

લંડન તા. ૬: ઘરમાં પડેલી નકામી લાગતી જુનીપુરાણી ચીજના જયારે કરોડો રૂપિયા ઉપજે ત્યારે આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. સ્કોટલેન્ડમાં એક એન્ટિક ડીલર માટે પણ આવું જ કંઇક થયું. ૧૯૬૪માં ભાઇએ આ મહોરૃં માત્ર પાંચ પાઉન્ડમાં ખરીદ્યું હતું. જોકે એ વખતે તેને એની ખરી કિંમતની ખબર નહોતી. પંચાવન વર્ષ તેના ડ્રોઅરમાં એમ જ પડી રહેલું આ પ્યાદું જયારે તેણે વેચવા કાઢયું ત્યારે એની સાથે જોડાયેલો ઇતિહાસ જાણીને એની કિંમત અધધધ થઇ ગયેલી. સોથબી ઓકશન હાઉસમાં જયારે એને વેચવા માટે લવાયું ત્યારે ખબર પડી કે આ પ્યાદું ૧રમી સદીના અંતમાં બનાવાયું હતું. આવાં ૯૩ મહોરાં ૧૮૩૧માં સ્કોટલેન્ડ ટાપુ પરથી મળી આવ્યાં હતાં. એમાંથી ૮ર લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં અને ૧૧ એડિનબર્ગમાં છે. આ સેટમાંથી પાંચ પ્યાદાં ગુમ થઇ ગયાં છે. આ પ્યાદું એમાંનું એક છે એટલે એની કિંમત એક મિલ્યન પાઉન્ડ એટલે કે ૮.૭ કરોડ રૂપિયા સુધીની અંકાઇ રહી છે.

(3:18 pm IST)