Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

વજન ઉતારવા માટે ડાયટ ડ્રિંકસ વધુ અસરકારક છે

સાદા પાણીને બદલે ડાયટ સોફટ ડ્રિંક વજન ઉતારવા માટે ૪૪ ટકા વધુ અસરકારક છે. હાલમાં થયેલા એક સંશોધનમાં પુરવાર થયું છે કે ખાસ ડાયટ ખોરાક કરતા આયોજન પૂર્વકના વિવિધ પીણામાં વજન ઉતારવામાં વધુ અસરકારક છે.

કોલોરાડો યુનિવર્સિટી અને તેના સહયોગીઓએ કરેલા આ સંશોધનમાં સાબિત થયું છે કે લોકો ડાયટ ડ્રિંકની મદદથી આસાનીથી વજન ઉતારી શકે છે.

આ સંશોધનના સહ લેખક જેમ્સ ઓ હિલે જણાવ્યું, છેલ્લા કેટલાય વર્ષોથી વજન ઉપારવા માટે જે મિથનો પ્રચાર થઈ રહ્યો છે, તેનાથી વિપરિત આવા પાણીથી વજન ઉતારવામાં અત્યંત અસરકારક છે.

એટલું જ નહિં જેઓ પાણી પીને, અથવા ડાયટ ફૂડ દ્વારા વજન ઉપારવાનો પ્રયાસ કરે છે, તેની સરખામણીએ ડાયટ ડ્રિંક પીનારા લોકો વધુ ઝડપથી વજન ઉતારી શકે છે.

બાર સપ્તાહ સુધી ૩૦૩ લોકો પર આ રિસર્ચ થયું, જેમાં પાણી તેમજ અન્ય ડાયટ ફૂડથી વજન પર પડતી અસર તેમજ ડાયટ ડ્રિંકની અસરની સરખામણી કરવામાં આવી. આ રિસર્ચમાં ડાયટ ડ્રિંક પિનારા લોકોએ સરેરાશ ૬ કિલો વજન ઉતાર્યું હતું, જે અન્યનો સરખામણીએ ૪૪ ટકા વધુ વજન ઉતાર્યું હતું. અન્ય ડાયટ પ્લાન ફોલો કરતા લોકોએ ૪ કિલો વજન ઉતાર્યું હતું.

ડાયટ ડ્રિંક પિનારા ૬૪ ટકા લોકોએ કુલ પાંચ ટકા વજન ઉતાર્યું હતું. અને આવા ડાયટ ડ્રિંક બજારમાં  બહુ આસાનીથી તમને મળી આવે છે. જેની મદદતી તમે જલ્દી તમારૂ વજન ઉતારી શકો છો.

(11:28 am IST)