Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

કારણો જાણી તમે પણ પીવા લાગશો તાંબાના વાસણમાં રાખેલ પાણી

સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ સારી આદત છે. સ્વસ્થ રહેવ માટે  આપણે દિવસમાં ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જોઈએ. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સવારના સમયે તાંબાના વાસણમાં પાણી પીવું એ ખાસ કરીને લાચકારક છે. આ પાણીને પીવાથી શરીરના ઘણા બધા રોગો દવા વગર સારા થઈ જાય છે. આ પાણીથી શરીરમાં ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. રાત્રે આ રીતે તાંબાના વાસણમાં  સંગ્રહિત પાણીને, તામ્રજળના નામે ઓળખવામાં આવે છે.

થાઈરોઈડ ને કરે છે નિયંત્રિત : થાઈરેકસીન હાર્મોન્સના અસંુલિત ને કારણે થાઈરોઈડની બીમારી થાય છે. થાઈરોઈડના લક્ષણોમાં ઝડપી વજન વધવો કે ઘટવો, વધારે થાક વગેરે જણાય છે. થાઈરોડના એક  એકસપર્ટ નું માનવું છે કે કોપરના સ્પર્શ વાળું પાણી પીવાથી શરીરમાં થાઈરેકસીન હાર્મોન્સનું બેલેન્સ જળવાય રહે છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી તમારા રોગ નિયંત્રણ થાય છે.

સ્કીનને બનાવે સ્વસ્થ : મોટાભાગે લોકો સ્વસ્થ સ્કીન માટે અલગ-અલગ પ્રકારના કોસ્મેટિકસ નો ઉપયોગ કરે છે. તે માને છે કે કોસ્મેટિકસનો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર થાય છે પરંતુ, આ હકિકત નથી. સ્કીન પર સૌથી વધારે પ્રભાવ તમારૂ ખાનપાન અને દિનચર્યાનો જ પડે છે. એટલા માટે તમે તમારી સ્કીનને હેલ્થી બનાવવા માંગતા હોવ તો તાંબાના વાસણમાં રાત સુધી પાણી રાખી અને સવારે ઉઠીને તે પાણીને પીઓ. આમ કરવાથી તમારી સ્કીન સ્વસ્થ બનશે.

સંધિવા ના રોગ માટે છે ફાયદાકારક : આજકાલ ઘણા લોકોને  સંધિવના રોગની સમસ્યા રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પીઠાતા હોવ તો તાંબાના પાત્રમાં પાણી પીઓ, જેનાથી તમારી બોડીમાં યુરીન એસીડ ઘટવા લાગે છે અને સંધિવામાં શરીરના ભાગને આરામ આપે છે.

(11:27 am IST)