Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

૧૯૬૩માં બનેલી ફેરારી ૨પ૦ જીટીઓ અધધધ... કિંમતે વેચાઇઃ હરરાજીમાં ૪૬૯ કરોડ ઉપજ્યા

ન્‍યુયોર્કઃ ૧૯૬૩માં બનેલી ફેરારી ૨પ૦ જીટીઓ કાર હરરાજીમાં ૪૬૯ કરોડમાં વેચાઇ છે. એક વ્યાપારીએ આ કારને બોલી લગાવીને 70 મિલિયન ડોલર એટલે લગભગ 469 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે.

યૂએસ બેસ્ડ એક મોટર સાઈટ ઓટોબ્લોગ અનુસાર વર્ષ 1963માં બવેલ Ferrari 250 GTOને અમેરિકન બિઝનેસમેન ડેવિડ મેકનેલે ખરીદી લીધી છે. આ કાર એસેસરીઝ ફર્મ વેદરટેકના ચીફ એક્ઝીક્યુટિવ છે. જણાવી દઈએ કે, રેર ફેરારી કલેક્શન માટે ફેમસ છે. ઓટોબ્લોગ અનુસાર આ કિંમત જુના રેકોર્ડ કરતાં બે ગણી છે.

જુના રેકોર્ડની વાત કરીએ તો કેલિફોર્નિયામાં એક હરાજી દરમિયાન 2014માં એક 250 GTOને 38 મિલિયન ડોલર એટલે કે લગભગ 254 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. તમારી જણકારી અનુસાર આ ફરારી કાર કલેક્ટર્સને સૌથી વધારે આકર્ષિત કરે છે. ઓટોકાર અનુસાર, અત્યાર સુધી સૌથી મોંઘી કિંમતોમાં વેચાયલે ટોપ-10 કારોમાંથી 7 કારો ઈટાલિયન કારમેકરની છે અને આમાંથી 3 250 GTO છે.

250 GTOમાં 3-લીટર V12 એન્જિન છે, જે 300bhpનું પાવર જનરેટ કરે છે. જ્યારે આને 1963માં લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે આની કિંમત અમેરિકામાં 18,000 ડોલર રાખવામાં આવી હતી. તુલનાત્મક રીતે વાત કરીએ તો 1963માં Ford Mustangની કિંમત 2,368 ડોલર રાખવામાં આવી હતી.

(7:15 pm IST)