Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

થોડુંક વધુ લાંબું જીવવું હોય તો ૧ કલાકમાં પાંચ કિલોમીટરની સ્પીડે ચાલો

નવી દિલ્હી તા. ૬ : તમે ચાલતી વખતે જાણે બગીચામાં ટહેલતા હો એ રીતે ચાલતા હો તો થોડીક સ્પીડ વધારો. એમ કરવાથી તમારા જીવનમાં વધુ વર્ષો ઉમેરાશે.

ઓસ્ટ્રેલિયાના નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો ચાલવાની રફતાર વધારે છે તેમના જીવનમાં વધુ વર્ષોનો ઉમેરો થાય છે. ચાલવાની ઝડપ વધુ હોય તો હૃદયરોગને કારણે થતા અચાનક મૃત્યુનું જોખમ ર૦ ટકા જેટલું ઘટે છે.  તેજ ગતિમાં બન્ને હાથ ફુલ સ્વિંગમાં હલાવીને ચાલનારા લોકો પર સ્ટ્રોક અને હાર્ટ-અટેકને કારણે મૃત્યનું જોખમ ર૪ ટકા જેટલું ઘટે છે. યુનિવર્સિટી ઓફ સિડનીના નિષ્ણાંતોનું કહેવું છે કે તેજ ગતિથી ચાલવું એટલે પાંચથી છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલવું. આ પ્રકારે ચાલવાથી હૃદયને લોહી પહોંચાડતી અનેહૃદયમાંથી શરીરમાં લોહી પહોંચાડતી બન્ને રકતવાહિનીઓનું સ્વાસ્થ્ય સુધરે છે. બ્રિટિશ જર્નલ ઓફ સ્પોટ્ર્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ વ્યકિતએ એટલી તેજ ગતિએ ચાલવું જોઇએ જેથી જયારે તમે રોકાઓ ત્યારે સહેજ શ્વાસ ફુલેલો હોય અને શરીરે પસીનો વળ્યો હોય. દર વીકમાં  ઓછામાં ઓછી ૧પ૦ મીનીટ માટે આવી તીવ્ર ગતિએ ચાલવાનો વ્યાયામ કરવાથી લાઇફ-સ્ટાઇલને લગતા ક્રોનિક રોગો થવાની સંભાવના ઘટે છે. એ માટે રોજ ર૦ મિનીટ માટે બ્રિસ્ક-વોક કરવું જોઇએ. શરીરમાં લચીલાપણું જાળવી રાખવા માટે ઝડપી વોક પહેલાં અને પછી બન્ને સમયે સ્ટ્રેચિંગ કરવાથી હાથ-પગના મસલ્સ રિલેકસ રહે છે. અને બેસવા-ઉઠવાના પોશ્વરમં સુધારો થાય છે.

(4:07 pm IST)