Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ડોકટરે દરર્દીના આંતરડામાંથી એક ફુટનું રીંગણ કાઢ્યું

બીજીંગ તા.૬: ચીનમાં એક હોસ્પિટલમાં ડોકટરોએ મિડલ-એજેડ પુરૂષના આંતરડામાં ખૂબ ઊચે જતું રહેલું ૧૨ ઇંચ લાંબુ રીંગણ સર્જરી કરીને કાઢ્યું હતું. વાત એમ હતી કે આ ભાઇને ઘણા દિવસથી કબજિયાત રહેતી હતી. પેટમાં ખૂબ મળ ભરાયેલો હતો અને આકળવિકળ થવાતું હતું એટલે તેણે પહેલાં મળદ્વારમાં આંગળી નાખીને રસ્તો સાફ કરવાની કોશિશ કરી, પણ એમાં ખાસ સફળતા ન મળી. તેને લાગ્યું કે કદાચ મળદ્વાર બહુ સાંકડું થઇ ગયું છે એને કારણે પેટ સાફ નથી થતું. એના ઉકેલ માટે ભાઇએ ઊંટવૈદું કર્યુ. મોટું રીંગણ લીધું અને મળદ્વારમાં ખોસી દીધું. ભાઇએ ડોકટરને કહ્યું હતું કે આંતરડામાં ભરાયેલો મળ સાફ થાય એ માટે તેણે રીંગણ અંદર ખોસવાનો પ્રયત્ન કરેલો.

જોકે ખૂબબધો ભાગ અંદર ઘુસી ગયા પછી રીંગણ બહાર કાઢવું મુશ્કેલ થઇ ગયું. ખેંચાખેંચીમાં રીંગણાની ડીંટડી તૂટી ગઇ અને મોટો ભઆગ આંતરડામાં અંદર જતો રહ્યો. એ પછી પણ ભાઇ તરત ડોકટર પાસે ન ગયા. તેણે બે દિવસ રાહ જોઇ. જોકે આંતરડામાં ફસાયેલા આવડા મોટા ટુકડાને કારણે તેને ઊલટીઓ થવા લાગી. આખું રીંગણ એટલું ઊંચુ ચડી ગયેલુ કે આંતરડાનો થોડોક ભાગ ફાટી ગયો. એને કારણે છેક ફેફસા સુધી ઇન્ફેકશન ફેલાઇ ગયું. આખરે ડોકટરોએ સર્જરી કરીને તેના પેટમાંથી આખેઆખું રીંગણું બહાર કાઢ્યું હતું.

(4:06 pm IST)