Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કલરફુલ અને કાર્ટૂનની ડિઝાઇનવાળી બ્રેડ ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિય

જપાનના ટોકયોમાં રહેતાં એક બહેન હટકે બ્રેડ બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિય છે. બાળકોને સાદી બ્રેડ ખાવી ગમતી નથી હોતી એટલે આ બહેન પોતાનાં સંતાનો માટે એવી બ્રેડ ઘરે બેઠા કરે છે જેની સ્લાઇસ કરતાં એમાં જાતજાતનાં કાર્ટૂન-કેરેકટર્સ દેખાય છે. હેલો, કિટી, કૂકી મોન્સ્ટર જેવાં કાર્ટૂન્સ, ફળ અને ફૂલનો શોપ અને દીકરાએ દોરેલાં ચિત્રો જેવી હુબહુ ડિઝાઇન ધરાવતી બ્રેડ પણ તેમણે બેક કરી છે. બ્રેડનો લકતૈયાર કર્યા પછી એ કેવો ફૂલાશે અને બ્રેડ થયા પછી એને ડીઝાઇન કેવી રહેશે એનું ઝીણવટભર્યું અનુમાન લગાવીને ઓડિબલ કલર્સ સાથે રંગાયેલી બ્રેડ બનાવવામાં તેમની માસ્ટરી છે. બસ જોડની તસવીરો પોષ્ટ કરીને તેમણે ઇન્સ્ટાગ્રામ પર ૧,ર૭,૦૦૦થી વધુ ફોલોઅર્સ બનાવી લીધા છે.

(4:05 pm IST)