Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

તમને હરસની સમસ્યા છે? તો શેકેલા ચણાનું સેવન કરો

ચણા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણા ખાવાથી પેટ સાફ રહે છે. પરંતુ, તમે જાણો છો કે કેટલાય લોકો ચણાની રોટલીનું સેવન કરે છે. તો જાણો ચણા તમારા માટે કેવી રીતે ફાયદાકારક છે.

ખોટી ખાણી-પીણીના કારણે આજકાલ કેટલાય લોકોને હરસની સમસ્યા થાય છે. સેકેલા ગરમ ચણા ખાવાથી અમુક દિવસોમાં આ સમસ્યામાંથી રાહત મળશે.

ફણગાવેલા ચણા, અંજીર અને મધના મિશ્રણને ઘઉંના લોટમાં મિકસ કરી તેની રોટલી ખાવાથી કબ્જની સમસ્યામાંથી છૂટકારો મળે છે.

ચાર મોટી ચમચી ચણાનો લોટ એક મોટા ગ્લાસ પાણીમાં નાખી વાળ પર લગાવો. ત્યારબાદ વાળ ધોઈ લો. તેનાથી વાળની રૂસી દૂર થઈ જશે.

(9:53 am IST)