Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

જાંબુનું સેવન કરો અને મેળવો અનેક ફાયદા

જાંબુ એક ખૂબ જ મહત્વપૂર્ણ આયુર્વેદિક હર્બ છે. તે એક મોસમી ફળ છે. જાંબુનુ વાનસ્પતિક નામ સિજિગીયમ કયુમિની અથવા યુજેનીયા જંબોલાના અથવા મિરટસ કયુમિની છે. તે જંબુલ તરીકે પણ ઓળખાય છે. જાંબુમાં ભરપુર માત્રામાં ગ્લુકોઝ અને ફ્રુકટોઝ હોય છે. જાંબુમાં એ બધા જરૂરી તત્વો હોય છે જેની શરીરને જરૂર હોય છે. જાંબુ ખાવાથી અનેક ફાયદા થાય છે.

૧. જાંબુની સીઝનમાં શુગરના દર્દીઓએ દરરોજ જાંબુ ખાવા જોઈએ.

૨. સાંજે પાણી સાથે જાંબુની ગોઠલીનું ચુર્ણ લેવાથી પેશાબમાં શર્કરા (શુગર) આવવાની બંધ થઈ જાય છે.

૩. જો તમારૂ બાળક પથારીમાં પેશાબ કરે છે તો જાંબુની ગોઠલી પીસીને એક ચમચી પાણી સાથે ખવડાવાથી સમસ્યા દૂર થાય છે.

૪. જો કોઈને ઝાડામાં લોહી આવે છે તો ૨૦ ગ્રામ જાંબુની ગોઠલીને પીસીને અડધો કપ પાણીમાં મિકસ કરી સવાર-સાંજ બે ટાઈમ પીવાથી સમસ્યાનું નિવારણ આવે છે.

૫. જો કોઈને પેટની સમસ્યા છે તો તેને જાંબુના રસમાં સેંધા લુણ મિકસ કરી પીવાથી પેટનું દર્દ, દસ્ત, પેટમાં બળતરા જેવી સમસ્યાઓ દૂર થાય છે.

જાંબુ ખાવાથી લીવરના બધા રોગોમાં રાહત મળે છે.

 

(9:53 am IST)