Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

યુરોપના પોર્ટુગલ દેશમાં આવેલ અરૌકા બ્રિજ રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: દરેક દેશ તેની કલા સંસ્કૃતિ અને ઇન્ફાસ્ટ્રકચર માટે જાણીતું હોય છે.દેશ-વિદેશના પ્રવાસીઓને આર્કષવા માટે યુરોપના પોર્ટુગલ દેશમાં અરૌકા બ્રિજ બનાવ્યો છે.બ્રિજ નદીની ઉપર બાંધવામાં આવ્યો છે તેથી અતિ સુંદર લાગે છે. યુરોપના પોર્ટુગલ દેશમાં અરૌકા બ્રિજ બન્યો છે. બ્રિજની અનેક ખાસિયતો છે.બ્રિજ 516 મીટર લાંબો છે અને પગપાળા જતા મુસાફરો માટેનો વિશ્વનો સૌથી લાંબો પુલ છે.એનું બાંધકામ 2017ની સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું.

પુલ 516 પેડેસ્ટ્રિયન સસ્પેન્શન બ્રિજ તરીકે પણ જાણીતો છે.પુલ નદીથી 175 મીટર ઉપર છે.પોર્ટો શહેરની ભાગોળે યુનેસ્કો ગ્લોબલ જીયો પાર્ક આવેલો છે. અને તેની નજીક બનેલો પુલ એગ્વાયરેસ વોટરફોલ તથા પાઇવા ગોર્જ નામના બે જાણીતા પર્યટન સ્થળોને જોડે છે. તાજેતરમાં રાહદારીઓ માટે પુલ ખુલ્લો મુકાયો છે.

(5:54 pm IST)