Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

બોલો, સ્પોટ્ર્સ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમોને ઇનામમાં મળ્યું કોફિન

લિમા તા.૬ : શું તમે એવી કલ્પના કરી શકો કે કોઇ ગેમના ઇનામ તરીકે વિજેતાને કોફિન આપવામાં આવે? જેની કલ્પના પણ ન કરી શકીએ એવું હકીકતમાં પેરૂમાં બન્યું છે પેરૂમાં ખાસ ફુટસલ ટુર્નામેન્ટ યોજાઇ હતી. ફુટસલ એટલે એક પ્રકારની ઇન્ડોર સોકર જેવી ગેમ, એ પાંચ મેમ્બર્સની ટીમ દ્વારા ઓલમોસ્ટ ોકર જેવા જ નિયમ સાથે સમાય છે. પેરૂમાં યોજાયેલી ફુટસલ ટુર્નામેન્ટ ખાસ લોકો માટે યોજાઇ હતી. એમાં ભાગ લેનાર ૧ર ટીમો પુનો રીજનમાં કાર્યરત ફયુનરલ હાઉસની હતી એટલે ટુર્નામેન્ટનું નામ જ હતું ધ જુલિએકા કોફીન કપ. ટીમને પહેલેથી જ ખબર હતી કે જે જીતશે તેને લકઝયુરિયસ કોફિન ઇનામમાં મળશે, છતાં ટીમનો જીતવાનો જુસ્સો ઓછી નહોતો. પહેલા ત્રણ નંબરની ટીમને લકઝયુરિયસ કોફિન આપવામાં આવ્યાં હતાં જેની કિંમ્ત ૧૩૦૦ ડોલર એટલે અંદાજે ૯૦,૦૦૦ રૂપિયા હતી. હવે સવાલ એ છે કે ટીમના પાંચ મેમ્બરો આ લકઝયુરિયસ કોફિનના ભાગલા કઇ રીતે પાડશે?

(3:48 pm IST)