Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

વિશ્વનો સૌથી મોંઘો રિસોર્ટ

૧ રાત રહેવાનું ભાડુ રૂપિયા ૭૦ લાખ

ફિલિપાઇન્સના ટાપુ પર છે રિસોર્ટ : ૧૫ એકરનો વિસ્તાર

લંડન તા. ૬ : ગુજરાતીઓના વિદેશ ટૂર માટેના ફેવરિટ ડેસ્ટિનેશનની લિસ્ટમાં ફિલિપાઇન્સનું નામ ટોપ પર નથી આવતું પરંતુ વૈશ્વિક ટુરિઝમમાં ફિલિપાઇન્સ એક ટોપનું ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. હવે આ જ દેશના એક પ્રાઈવેટ આઇલેન્ડ બનાવા પર વિશ્વનો સૌથી મોંઘો રિસોર્ટ શરુ કરવામાં આવ્યો છે.

આઇલેન્ડ બનાવા પર ૧૫ એકરમાં ફેલાયેલા રિસોર્ટમાં ૬ વિલા છે, જેમાં કુલ ૪૮ લોકો રહી શકે છે. દરેક વિલામાં ૮ લોકો માટે રહેવા-જમવાની તમામ સુવિધાઓ છે. આ અલ્ટ્રા લકઝુરિયસ વિલાનું એક રાતનું ભાડું એક લાખ ડોલર અટલે કે અંદાજીત રુ. ૭૦ લાખ જેટલું છે.

સુવિધાની વાત કરવામાં આવે તો દરેક વિલાની છત પર ઇન્ફિનિટી પૂલ છે. આ રિસોર્ટ ચોતરફ પાણી અને જંગલથી ઘેરાયેલો છે. તેથી અહીં સી પ્લેન કે હેલિકોપ્ટરથી જ પહોંચી શકાય છે. અહીં રેસ્ટોરન્ટ અને સ્પા પણ છે. રિસોર્ટની વેબસાઇટ મુજબ, વર્ષના અંત સુધી અહીં આવનારા મહેમાનોને ત્રણ દિવસ અને પાંચ રાતનું પેકેજ અપાશે.

અહીં આવતા લોકો સ્કૂબા ડાઇવિંગ, સ્નોરકેલિંગ, જેટ સ્કીઇંગ, ટેનિસ અને ગોલ્ફનો આનંદ પણ મેળવી શકે છે. વિશ્વામાં બીજા પણ આવા કેટલાક મોંઘા રિસોર્ટ અને પેન્ટહાઉસ આવ્યા છે જેનું એક રાતનું ભાડું લાખો રૂપિયામાં હોય છે. જેમાં બીજા ક્રમે રિચર્ડ બ્રેનસનના પ્રાઇવેટ આઇલેન્ડ રિસોર્ટનું ભાડું પ્રતિ એક રાત રુ. ૫૩ લાખ છે. ત્યારબાદ

જિનીવામાં વિલ્સન હોટલના રોયલ પેન્ટહાઉસ સ્યૂટનું ભાડુ પ્રતિ રાત રૂ.૫૧ લાખ જેટલું હોય છે. તો ત્યાર બાદ ત્રીજા જ ક્રમે રૂ.૫૧ લાખ ભાડા સાથે ન્યૂયોર્કનો ધ માર્ક ફાઇવ બેડરૂમ ટેરેસ સ્યૂટ આવે છે.

(10:23 am IST)