Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

નૌકરી કરનારને થતી સમસ્યાઓ !

આ વાત સો ટકા સાચી છે કે ઓફિસમાં કામ કરનારા ઓને ઘણી બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ જાય છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ ખોટી આદતો હોય છે. જેમાં શરીરના અંગોમાં દર્દથી લઈને તણાવ સુધી અને તણાવથી લઈને હૃદયની બિમારી પણ થઈ જાય છે. તો ચાલો આજે જાણી લો ઓફિસમાં કામ કરનારા લોકોને કઈ-કઈ સ્વાસ્થ્યને લગતી બિમારીઓને સમાનો કરવો પડી શકે છે અને સમય રહેતા ચેતી જાઓ.

ગરદનમાં દુઃખાવોઃ કમ્પ્યૂટરની સામે વધારે વાર સુધી બેસવાના કારણે ગરદનમાં દુઃખાવો રહેવાની સમસ્યા મોટાભાગના લોકોને થતી હોય છે પરંતુ, લોકો તેની પર વધુ ધ્યાન નથી આપતા જેના કારણે આગળ જતાં મોટી સમસ્યા સર્જાય છે. જેથી નોકરીયાત વર્ગે ખાસ કેટલીક પ્રકારની ગરદન, પીઠ અને આંખોને રિલેકસ કરનારી કસરતો કરતા રહેવું જોઈએ. જેથી માસપેશીઓ થાકે નહિં અને દર્દ પણ ન થાય.

આંખોમાં બળતરાઃ સતત કમ્પ્યૂટર અથવા લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરવાથી આંખો સુકાઈ જાય છે અને આંખોને બહુ નુકશાન પણ થાય છે. આનાથી આંખો લાલ પડી જાય છે અને તેમાં બળતરા થવા લાગે છે. એટલા માટે તમારી આંખોને અડધો કલાકે સ્ક્રિન સામેથી હટાવી થોડી દૂરની વસ્તુ જોતા રહેવું જોઈએ. જે઼થી તમારી આંખો સ્વસ્થ રહિ શકે અને જરૂર પડે તો ડૉકટરનો પણ ચેક કરાવતા રહેવું.

તણાવઃ તણાવ લેવાથી ઘણી બધી બિમારીઓ ઘર કરી જાય છે. તણાવતી માત્ર શારીરિક બિમારી જ નહિં પરંતુ, માનસિક બિમારી પણ થઈ જાય છે અને કેટલાક સંશોધનમાં પણ આ વાત જાણવા મળી છે કે કામના ભારને કારણે અને ઓફિસમાં થતી પ્રતિક્રિયાઓને કારણે મોટાભાગના નોકરીયાત વર્ગમાં આ સમસ્યા જોવા મળે છે. જેથી તણાવને તમારા જીવનમાંથી દૂર કરી દો.

ભૂખ ના લગવીઃ પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ થવાથી સૌથી પહેલા અસર ભૂખ પર થાય છે. એમાંય તમારી ખાવાની ખોટી અદતો અને સમયસર ન જમવાને કારણે પેટ ખરાબ રહે છે. જ્યારે તમે સવારે ઓફિસ માટે ખાધા વગર ભાગો છો, તો તેનાથી તમારી ભૂખ મારી જાય છે અને તે ધીરે-ધીરે તમારી આદત બની જાય છે જેથી જ્યારે આપ ભરપેટ જમી લો છો તો અપચાની સમસ્યા ઉદભવે છે. જેથી નોકરીયાતોએ સમયસર ખાવું-પીવું જોઈએ.

(9:43 am IST)