Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રશિયા-યુક્રેન બોર્ડર પર વધતા તણાવના કારણોસર વિશ્વયુદ્ધની આશંકાઓ જાણવા મળી...

નવી દિલ્હી: રશિયા-યુક્રેન બોર્ડર પર વધતા તણાવને કારણે વિશ્વ યુદ્ધની આશંકાઓ વધુ તીવ્ર બની છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો એક મહિનામાં વિશ્વને કોરોનાવાયરસ સંકટ વચ્ચે ભીષણ યુદ્ધનો સામનો કરવો પડશે. રશિયાએ તાજેતરમાં વિવાદિત બોર્ડર પર તેના 4,000 સૈનિકો રવાના કર્યા છે. રશિયન સૈન્યની મોટી હિલચાલને કારણે યુરોપ હાઈ એલર્ટ પર છે તેમજ વિશ્વ યુદ્ધનું જોખમ પણ શરૂ થયું છે.

સ્વતંત્ર રશિયન લશ્કરી વિશ્લેષક પાવેલ ફેલગેનહરનું કહેવું છે કે સંજોગો જોતાં કહેવું ખોટું નહીં ગણાય કે આવતા કેટલાક અઠવાડિયામાં યુરોપિયન અથવા વિશ્વ યુદ્ધ જેવો મોટો ખતરો સામે આવવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે જોખમ વધી રહ્યું છે અને ખુબ ઝડપથી વધી રહ્યું છે. મીડિયામાં ભલે બાબતે વધારે વાત ના થતી હોય પરંતુ અમને ઘણા ખરાબ સંકેત જોવા મળી રહ્યા છે.

(5:04 pm IST)