Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લોકડાઉન દરમ્યાન લોકોને રસ્તા પર નીકળતા જોઈને ડોક્ટર મહિલાના પતિએ ફાયરિંગ કરતા પાંચના મૃત્યુ નિપજતા અરેરાટી

નવી દિલ્હી: રુસમાં લોકડાઉન દરમિયાન ઘરની બહાર અવાજ કરવા બદલ એક ડોક્ટરના પતિએ પાંચ લોકોને ગોળી મારી દીધી. પુતિન સરકારે દેશમાં કોરોના સંક્રમણને રોકવા લોકડાઉન જાહેર કર્યું છે. હત્યા કરનાર વ્યક્તિ પોતે પણ હોસ્પિટલમાં કામ કરે છે. કોરોના સામે મુશ્કેલ ઘડીમાં હેલ્થ વર્કર્સ ફ્રેટલાઈન વોરિયરના રૂપમાં સામે આવ્યા છે એવામાં વ્યક્તિના વર્તને માણસાઈને શર્મશાર કરી દીધી.

                  ગોળીબારીની ઘટના રુસના રયાજાન વિસ્તારમાં બની હતી. એનટન ફ્રાંચિકોવ (31) પહેલા તો તેની બાલ્કનીમાંથી લોકોને ચુપ થવાનું કહ્યું અને ત્યાર બાદ પણ લોકો ચુપન થતા તે શિકાર કરવાવાળી રાઈફલ લઈને બહાર આવી ગયોજ્યારે તે ફ્લેટના બ્લોકમાં ઘુસ્યા તો એનટને પાંચેય લોકોને ગોળી મારી દીધી. ઘટનામાં મોતને ભેટેલા પાંચ લોકોમાં એક મહિલા પણ હતી. પોલીસે જણાવ્યું કે જે મહિલાની ઘટનામાં મોત થઈ તે ગર્ભવતી હતી.

(6:17 pm IST)