Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવી તો શું ચેતવણી આપી કે લોકોને લાગ્યો આટલો મોટો ઝટકો

નવી દિલ્હી: કોરોના વાયરસનો વિશ્વભારમાં પ્રકોપવધી રહ્યો છે, ત્યારે (corona) અમેરિકામાંથી એક ચેતવણી આપતા સમાચારો સામે આવ્યાં છે. અમેરિકાના સર્જન જનરલ જેરોમ એડમ્સ ચેતવ્યાં છે કે આવનારા આઠવાડીય ઘણાં દુઃખી કરનારા હશે. તેઓએ કોરોના સંકટની તુલના અમેરિકા પર થયેલાં 9-11 આતંકી હુમલાઓ સાથે કરી છે. અમેરિકાના(corona) સર્જન જનરલ જેરોમ એડમ્સે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને પગલે આવનારુ સપ્તાહ મોટા ભાગે અમેરિકાના લોકો મોટે ઘણું દુઃખદાયક નિવડશે. અમેરિકામાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખને પાર કરી ચુકી છે.

                    જ્યારે કે તેના કારણે મરનારાઓની સંખ્યા 8400ને પાર પહોંચી ગઈ છેજેમાંથી 3500 જેટલાં મોત ન્યૂયોર્ક સ્ટેટમાં થયા છે. એડમ્સે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે અમારુ પર્લ હાર્બર હશે, જે 9-11 જેવું હશે, માત્ર ફરક એટલો હશે કે સ્થાનિક નહીં હોય. તેઓએ કહ્યું સંકટની ઝપેટમાં આખો દેશ હશે. અમેરિકામાં કેટલાંક રાજ્યોએ લોકોને ઘરમાં રહેવાના આદેશનો ઈનકાર કરી દીધો છે.

(6:15 pm IST)