Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોનાના કારણોસર આ કપલ માલદીવમાં લગ્જરી રિસોર્ટમાં કરી રહ્યું છે મજા:લોકડાઉન થતા અટવાયા

નવી દિલ્હી: એક કપલ 6 દિવસ માટે હનીમૂન માટે માલદીવના લગ્ઝરી રિઝોર્ટમાં ગયુ હતું પરંતુ Corona વારસના કારણે દુનિયાભરમાં લોકડાઉન અને ફ્લાઇટ સર્વિસ કેન્સલ થવાના કારણે ગત 15 દિવસથી લગ્ઝરી રિસોર્ટમાં રહે છે. એક રિપોર્ટ અનુસાર, ઓલિવિયા અને રોલ ડે ફ્રેટસ સાઉથ આફ્રિકાના રહેવાસી છે. તે 22 માર્ચે હિંદ મહાસાગર વચ્ચે હનીમૂન એન્જોય કરવા માટે માલદીવ પહોંચ્યા.

                    કપલ 5 સ્ટાર રિઝોર્ટમાં હનીમૂન એન્જોય કરી રહ્યુ હતું દરમિયાન દુનિયાભરમાં Corona વાયયરસના કારણે લોકડાઉન અને અનેક પ્રકારના પ્રતિબંધનું એલાન કરી દેવામાં આવ્યું.

જ્યારે ઘણાં દેશોમાં ફ્લાઇટ સુવિધા રદ કરવાનું એલાન કરવામાં આવી રહ્યું હતું તો લગ્ઝરી રિઝોર્ટમાં રહેલા અન્ય યાત્રી ગમે તેમ કરીને ત્યાંથી નીકળવામાં સફળ રહ્યાં. પરંતુ માલદીવથી સાઉથ આફ્રિકાની ડાયરેક્ટ ફ્લાઇટ મળવાના કારણે કપલ રિસોર્ટમાં રોકાઇ ગયું.

(6:14 pm IST)