Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

અહીં સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે આખી શેરી ડાન્સ- વર્કઆઉટ કરે છે.

 ટ્વિટર પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં ઇંગ્લેન્ડના ફ્રોશામ ટાઉનમાં રોડ પર એકત્ર થઈ લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને નૃત્ય કરે છે. વિડિયો પોસ્ટ કરનાર એલ્સા વિલિયમ્સ પણ ગ્રુપ સાથે જોડાઈ છે. લગભગ છેલ્લા ૭ દિવસથી રોજ સવારે ૧૧ વાગ્યે સોશ્યલ ડિસ્ટન્સ સાથે લોકો ડાન્સિંગ ઇવેન્ટમાં જોડાય છે. આ ડાન્સ સેશનનું માર્ગદર્શન સ્થાનિક ફિટનેસ-ઇન્સ્ટ્રકટર જેનેટ વુડકોક કરે છે. માત્ર ૧૦ મિનિટ ચાલતા આ સેશનથી સોશ્યલ ડિસ્ટન્સિંગમાં વિક્ષેપ પડતો નથી.

(4:09 pm IST)