Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોનાના શેપનું પેન્ડન્ટ બનાવ્યું રશિયન જવેલરે

મોસ્કો તા. ૬ :.. એક દાગીના બનાવતી રશિયન જવેલરી કંપનીએ કોરોના વાઇરસના આકારનાં પેન્ડન્ટ લોન્ચ કર્યા છે. જો કે તેના આ પ્રયાસને અનેક લોકોએ અસંવેદનશીલ પગલું ગણાવ્યું છે.

થોડા મહિના પહેલાં કોરોના વાઇરસના કોષની સૂક્ષ્મ ઇમેજ જાહેર કરાઇ ત્યારે આ કંપનીએ એના પેન્ડન્ટના કલેકશનમાં આ વાઇરસની ઇમેજને ઉમેરવાનો નિર્ણય લીધો. આ પેન્ડન્ટ ઓનલાઇન ર૦ ડોલરમાં વેચાય છે. લોકો એ ખરીદીને તેમના સોશ્યલ મીડિયા પેજિસ પર મુકવા લાગ્યા. કોરોના વાઇરસનો રોગચાળો ફેલાયો એ દુખની વાત છે પરંતુ પેન્ડન્ટ વાઇરલ   થઇ ગયા છે.

અલબત કંપનીની દલીલ છે કે આંતર રાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી કટોકટીના સમયમાં નફો રળવા માટે તેમણે પેન્ડન્ટ નહોતાં બનાવ્યાં. સોશ્યલ મીડિયા પરના અમારા ફોલોઅર્સ ડોકટર્સ અને મેડિસિન સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત લોકો છે અને અગાઉ કોરોના વાઇરસથી સંક્રમિત કેટલાક લોકોએ સાજા થયા બાદ ડોકટર્સને કે મેડિકલ સ્ટાફને ભેટ આપવા માટે પેન્ડન્ટ ખરીદ્યા હતાં. હવે કંપની કોરોનાના પ્રસારને રોકવા માટે પરિશ્રમ કરનાર ડોકટર્સને પાંજરામાં પુરાયેલા કોરોના વાઇરસનાં બ્રાંચ દાનમાં આપવાની યોજના બનાવી રહી છે.

(11:46 am IST)