Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કૂતરાનું ગલુડિયુ સમજીને ઘરે લવાયેલુ પ્રાણી શિયાળ નીકળ્યું

લંડન, તા. ૬ :. બ્રિટનમાં એક કન્સ્ટ્રકશન-સાઈટ પર રખડતુ ગલુડિયુ એક માણસ તેના ઘરે લઈ ગયા પછી તપાસ કરતા એ શિયાળનું બચ્ચુ હોવાનું જાણવા મળ્યુ હતું. એ માણસ સ્પીક વિસ્તારની કન્સ્ટ્રકશન-સાઈટ પરથી કૂતરાનું બચ્ચુ સમજીને ઘરે લઈ ગયો હતો. તેને થોડા વખતમાં જ એ શિયાળનું બચ્ચુ હોવાનો ખ્યાલ આવ્યો હતો. એ માણસે એનિમલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી ત્યાર પછી એનિમલ વેલ્ફેર ઓફિસર મેટ બ્રાઉન તેના ઘરે જઈને બચ્ચાને લઈ ગયા હતા. એ બચ્ચાને પછીથી નેન્થવિચ સ્થિત સ્ટેપલી ગ્રેન્જ વાઈલ્ડ લાઈફ સેન્ટરમાં મોકલવામાં આવ્યું હતું

(9:28 am IST)