Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

પોતાની સામે પાદતા બોસ વિરુદ્ઘ કેસ કરી માગ્યા ૮.૮૭ કરોડ રૂપિયા

પાદીને મને સ્ટ્રેસ આપવામાં આવતો જેથી મારે નોકરી છોડવાની ફરજ પડે

મેલબોર્ન, તા. ૬ : જો તમને લાગતું હોય કે દુનિયાભરમાં જેટલી પણ વિચિત્ર અને વિયર્ડ વસ્તુઓ છે તે તમે જોઈ લીધી ત્યાં અચાનક જ એવી વાત સાંભળવા મળે જેની કલ્પના કરીને પણ તમે બોલી ઉઠો કે આવું તો કઈ રીતે હોય. પરંતુ આજની દુનિયામાં એકવાત યાદ રાખવા જેવી છે કે કયારેય ના નહીં કહેવાનીં કંઈ પણ શકય બની શકે છે.

આવું જ કંઈ વિચિત્ર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતા એક એન્જિનીયર સાથે બન્યું. જેણે પોતાના પૂર્વ બોસ સામે જ જાણીજોઈને તેની સામે પાદવાના વિરોધમાં કેસ કરી નાખ્યા છે. અરે આશ્યર્ય પામો નહીં આ સાચું છે અમે મજાક નથી કરી રહ્યા. ચાલો જણાવી દઈએ સમગ્ર હકીકત*

ડેવિડ હિંગ્સ્ટે પોતાના પૂર્વ બોસ ગ્રેગ શોર્ટ વિરુદ્ઘ કોર્ટમાં કેસ કર્યો કે તેમણે જાણીજોઈને પોતાની સામે રોજ પાદી-પાદીને આ નોકરી છોડવા માટે મજબૂર કરી દીધો છે. જોકે આ કેસ ઓસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે તેના આ દાવાને રદ કરી દેતા કહ્યું કે ભલે કદાચ ગ્રેગ શોર્ટે ગેસ છોડી પાદ કરી હોય પણ તેને કંઈ કોઈજાતનું ધમકાવવું ન કહેવાય. જેથી આ માટે તેને આ રુપિયા મળી શકે નહીં.

ડેવિડ હિંગ્સ્ટના જણાવ્યા મુજબ પોતે પહેલા જયાં કામ કરતો હતો ત્યાં તેનો બોસ સુપરવાઈઝર દરરોજ દિવસમાં ૫-૬ વાર તેની પાછળ આવીને ઉભો રહેતો અને પછી પાદીને જતો રહેતો હતો. થોડા દિવસ પછી તેને આ બાબતનો સ્ટ્રેસ લાગ્યા કરતો હતો. તેણે દાવો કર્યો કે આ રીતે તેને સ્ટ્રેસ આપીને તેનો પ્લાન મારી જોબ છોડાવવાનો હતો. જેથી મને માનસિક આદ્યાત લાગ્યો છે.

આ સાથે જ નીચલી કોર્ટમાં પોતાના કેસની સુનાવણી દરમિયાન હિંગ્સ્ટે એવો પણ આરોપ લગાવ્યો હતો કે શોર્ટ તેના કામના પરફોર્મન્સને લઈને દ્યણીવાર ફોન કરીને ધમકાવતો હતો. બસ આ કારણે જ તેને પોતાની કંપની શ્નકંસ્ટ્રકશન એન્જિનીયરિંગલૃને કોર્ટમાં લઈ જવાનો વિચાર કરવો પડ્યો અને તેણે ૧.૮ મિલિયન ડોલરનો દાવો માંડી દીધો.

વિકટોરિયાની સુપ્રીમ કોર્ટે એપ્રિલ ૨૦૧૮માં જ તેનો આ કેસ રદ કરી નાખ્યો હતો. પરંતુ ૫૬ વર્ષીય હિંગ્સ્ટને લાગ્યું કે તેને મળવો જોઈએ તે પ્રકારે ન્યાય નથી મળ્યો જેથી તેણે કોર્ટમાં ફરી અપીલ કરી હતી. પરંતુ આ વખતે તેણે કહ્યું કે, તે દ્યણીવાર તેની નજીક આવીને પોતાની જ બમ પર મારી પાદતો હતો અને પછી ચાલ્યો જતો હતો.લૃ

ઓસ્ટ્રેલિયન એસોસિએટ પ્રેસ સાથે વાત કરતા હિંગ્સ્ટે કહ્યું હતું કે, શ્નહું જે રુમમાં કામ કરતો હતો તેમાં કોઈ વિન્ડો નહોતી. હું દિવાલ તરફ મોઢું રાખીને બેસતો હતો. તે રુમમાં આવતો અને પાદીને પછી ચાલ્યો જતો હતો. જેથી ખૂબ જ ખરાબ સ્મેલ આવતી હતી.લૃ જોકે હાલ તો હિંગ્સ્ટની બીજ અપીલ પણ રદ થઈ ગઈ છે ત્યારે હવે તો સમય જ કહેશે કે સાચું શું અને ખોટું શું.

(3:36 pm IST)