Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ઈરાનમાં પેસેન્જર વિમાનની સુરક્ષાની જવાબદારી લેનાર અધિકારીઓનો દાવો:વિમાન હાઇજેક થવાનો થયો હતો પ્રયાસ

નવી દિલ્હી: ઈરાનમાં પેસેન્જર વિમાનની સુરક્ષાની જવાબદારી જેના પર છે તે પેરામિલિટરી ફોર્સ રિવોલ્યુશનરી ગાર્ડના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઈરાનનું ડોમેસ્ટિક વિમાન હાઈજેક કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સુરક્ષાદળોના જવાનોએ હાઈજેકના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

      ઈરાનની લશ્કરી પાંખ રિવોલ્યુશનરી ગાર્ડના અધિકારીઓએ દાવો કર્યો હતો કે દક્ષિણ-પશ્વિમી શહેર અહવાઝથી ઉત્તર પશ્વિમી શહેર મશહાદ જવા નીકળેલા પેસેન્જર વિમાનને હાઈજેક કરવાનો પ્રયાસ થયો હતો. એ વિમાનને કબજે કરીને તેને પર્શિયન ગલ્ફ તરફ લઈ જવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ સુરક્ષાદળોએ સમયસૂચકતા વાપરીને હાઈજેકિંગનો પ્રયાસ નાકામ કર્યો હતો.

(5:35 pm IST)