Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

અફઘાનિસ્તાનમાં એરપોર્ટ નજીક આત્મઘાતી વિસ્ફોટ: 4ના મોત

નવી દિલ્હી: પૂર્વી નાગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદમાં આતંકવાદીઓએ મુખ્ય એરપોર્ટ નજીક એક નિર્માણ કંપની પર બોંબ બ્લાસ્ટ કરી  દેતા તેમાં ઓછામાં ઓછા ચાર લોકો મોતને ભેટ્યા છે  અફઘાનિસ્તાનના એક અધિકારી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે. આજે વહેલી સવારે આ હુમલો થયો હોવાનું માલુમ પડી રહ્યું છે  જેમાં હુમલાખોરે પોતાની જાતને ઉડાવીને વિસ્ફોટ કરવાની ઘટનામાં અન્ય પાંચ લોકોને પણ ગંભીર રીતે ઇજા પહોંચી છે.

 

(6:16 pm IST)