Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

હવે સાઉદી અરબથી ઇઝરાયલ આવતા પેસેન્જરને મળશે આ લાભ

નવી દિલ્હી:ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ એ અમેરિકામાં જણાવ્યું કે, સાઉદી અરેબિયાને એર ઇન્ડિયાની નવી દિલ્હીથી તેલ અવીવની ફ્લાઇટને પોતાના એર સ્પેસ (આકાશ)નો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. સાઉદી અરેબિયાના આ નિર્ણયથી તેલ અવીવ અને દિલ્હીની વચ્ચે મુસાફરી કરવામાં અઢી કલાકનો સમય બચશે. મંગળવારે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ નેતન્યાહૂએ યુએસ મીડિયાને જણાવ્યું કે, ઇન્ડિયાએ ઇઝરાયલના રૂટને લિને સાઉદી અરેબિયા સાથે એગ્રીમેન્ટ કર્યુ છે. જેની મદદથી સાઉદીએ લગાવેલા 70 વર્ષ જૂનો પ્રતિબંધ દૂર થશે.

(8:23 pm IST)