Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

સૌથી વધારે ફેસબુકનો ઉપયોગ કરવામાં ભારત મોખરે

નવી દિલ્હી: આજકાલ બાળકોથી લઈને મોટા સહુ કોઈ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થયા છે.એવામાં લોકો સોશિયલ મીડિયા પર ખુબજ આસાનીથી પહોંચી શક્યા છે એક વાર્ષિક રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે આ વર્ષે સોશિયલ મીડિયા પર 13 ટકા યૂજર્સનો વધારો થયો છે આ રિપોર્ટ મુજબ 13 મિલિયન લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.રિપોર્ટમાં એ કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ક્ષેર પર ફેસબુક સૌથી વધારે હાવી થાય છે.આ વર્ષે એક્ટવી ફેસબુક યૂજર્સમાં ત્રણ ગણો વધારો થયો છે.ભારતમાં ફેસબુક યુઝર્સની સંખ્યા 240 મિલિયન પર પહોંચી ગઈ છે જે ગયા વર્ષની તુલનામાં 12 ટકા વધી ગઈ છે.

(8:28 pm IST)