Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ફેંકેલી સોયથી કાચ વીંધીને ફુગ્ગો ફૂટી શકે ખરો ?

નવી દિલ્હી તા. ૬: શું તમને કોઇ કહે કે એક સોયને ડાર્ટની જેમ દૂરથી ફેંકવાથી કાચ વીંધાઇ શકે?  આવું સાંભળવામાં પણ અજીબ લાગે છે.  એ શાઓલિન સાધુએ કરી બતાવ્યું છે. આ સાધુએ આ કારનામું કઇ રીતે કર્યું એનો વિડિયો એક યુટયુબ ચેનલ પર ખૂબ વાઇરલ થયો છે. ધ સ્લો મો ગાય્સ નામના યુટયુબ પેજના મેમ્બર્સે ત્રણ શાઓલિન સાધુઓને આમંત્રિત કરીને કેટલાક સ્ટન્ટ કરાવ્યા છે. આ સ્ટન્ટનો વિડિયો એકદમ સ્લો મોશનમાં છે એટલે સાધુ કઇ રીતે એક સોયના સહારે કાચ તોડીને કાચની બીજી તરફ મૂકેલા ફુગ્ગાને ફોડે છે એ જોઇ શકાય છે. કહેવાય છે કે ૭ર શાઓલિન સીક્રેટ કાર્ટમાંથી આ એક તરકીબ છે જે શીખવા માટે સાધુને લગાતાર ૧૦ વર્ષની કપરી સાધના કરવી પડે છે. સાધુ પોતાના શરીરની તમામ એનર્જી એક સોયમાં કેન્દ્રિત કરીને એને ગ્લાસ પર મારે છે. આ જોર એટલું હોય છે કે સોય કાચમાંથી આરપાર નીકળી જાય છે અને એ પછી પણ એની રફતાર ઓછી નથી થતી અને એની બીજી તરફ મુકેલો ફુગ્ગો ફૂટી જાય છે.

(4:12 pm IST)