Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

બાળકોને શરાબ ચાખવા દેશો તો તેઓ ડ્રિન્ક કરતાં થઇ જશે

નવી દિલ્હી તા.૬: સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે બાળકો સાથે ફ્રેન્ક રહેવામાં આવે તો તેમનામાં ખરાબ આદતો લાગતી નથી અને તેથી ઘણા પેરન્ટ્સ બાળકોને તેમની સામે વિવિધ શરાબને ચાખવા દેતા હોય છે. જોકે અમેરિકામાં થયેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે પેરન્ટ્સ બાળકોને નાનપણમાં શરાબ ચાખવા દેતા હતા તેવા બાળકો મોટા થઇને ડ્રિન્કસ લેતા હતા. તેઓ વધારે શરાબ પીતાં થઇ ગયા હતા. સ્ટડીમાં એવું જાણવા મળ્યું હતું કે એક વાર શરાબ ચાખવાનો શોખ લાગી જાય પછી બાળક જયારે એડલ્ટ બને ત્યારે તે વિવિધ જાતના શરાબને ચાખવાનો પ્રયાસ કરતું રહે છે અને એમાં જ તે શરાબી બની જાય છે. અમેરિકામાં આમેય બાળકો બાર વર્ષના થાય ત્યાં સુધીમાં પેરન્ટ્સની હજરીમાં શરાબ ચાખતાં થઇ જાય છે. આથી આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે બાળકોને કયારેય શરાબનો ટેસ્ટ કરાવવો જોઇએ નહી.

(4:15 pm IST)