Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

હવે મર્યા પહેલા ખબર પડશે કે કયારે આવશે મોત

વૈજ્ઞાનિકોએ પેશાબની તપાસ દ્વારા ઉંમર સંબંધી બીમારીઓને શોધવા માટે નવા તત્વોના સ્તરની ઓળખ કરી છેઃ આની મદદથી ઉંમર સંબંધી બીમારીઓ જ નહીં પરંતુ મૃત્યુ હવે નજીકમાં જ : હશે તેનાં વિશે પણ આપ જાણી શકશો

ન્યૂયોર્ક તા. ૬ : સાયન્સ હવે એટલી બધી તરક્કી કરી ચૂકયું છે કે જેનાં વિશે આપને કદાચ વિશ્વાસ પણ નહીં હોય. હકીકતમાં હાલમાં વૈજ્ઞાનિકોની એક શોધ વિશે એવું જણાવવામાં આવ્યું છે કે જેમાં વ્યકિતનાં મોત પહેલા હવે એવો ખ્યાલ આવી જશે કે તેનું મોત કયારે થશે.

વૈજ્ઞાનિકોએ પેશાબની તપાસ દ્વારા ઉંમર સંબંધી બીમારીઓને શોધવા માટે નવા તત્વોનાં સ્તરની ઓળખ કરી છે. આની મદદથી ઉંમર સંબંધી બીમારીઓ જ નહીં પરંતુ મૃત્યુ હવે નજીકમાં જ હશે તેનાં વિશે પણ આપ જાણી શકશો. આ અભ્યાસ 'ધ જર્નલ ફ્રંટાયર્સ એજિંગ ન્યૂરોસાયન્સ'માં પ્રકાશિત થયેલ છે.

આ અભ્યાસ 'ધ જર્નલ ફ્રંટાયર્સ એજિંગ ન્યૂરોસાયન્સ'માં પ્રકાશિત થયેલ છે. ચાઇનાની સિચુઆન યુનિવર્સિટીનાં શોધકર્તાઓએ એવું તારણ નીકાળ્યું કે જેમ-જેમ લોકોની ઉંમર વધતી જશે તેમ તેમ પેશાબમાં આ તત્વોનાં સ્તરની માત્રા વધી જાય છે કે જે ઓકસીડેટિવ નુકસાનને વધારે છે. પેશાબમાં હાજર તત્વોનાં આ સ્તરની મદદથી બીમારીઓનાં વધવાથી મૃત્યુનાં જોખમને પણ માપવામાં આવી શકશે. સંશોધનકર્તાઓનું એવું કહેવું છે કે એક જ વર્ષમાં પેદા થનાર લોકોમાં બીમારીઓનું જોખમ ઉંમરની સાથે સાથે વધતું જાય છે. ત્યાં બીજી બાજુ શોધકર્તાઓ સામાન્ય ઉંમર વધવાને એક બીમારી માને છે કેમ કે આનાંથી આપણી કોશિકાઓને નુકસાન પહોંચતું હોય છે.(૨૧.૮)

(4:16 pm IST)