Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

૧૨ વર્ષમાં ૧૦ હજારથી વધુ પુરૂષો સાથે માણ્યું સેકસ, હવે પુસ્તકમાં લખ્યા અનુભવો

સેકસ નહીં પ્રેમની ઝંખના સાથે આવે છે લોકો

ન્યૂયોર્ક તા. ૬ : ૧૨ વર્ષ સુધી પ્રોફેશનલ પ્રોસ્ટિટ્યૂટ તરીકે કામ કરી ચૂકેલી ૩૯ વર્ષીય ગ્વેન્થ મોન્ટ્રેગ્નરો અત્યાર સુધી ૧૦ હજારથી વધુ પુરુષો સાથે સેકસ માણી ચૂકી છે. હવે ગ્લેન્થે એક પુસ્તક લખ્યું છે જેમાં તેણે એવા ખુલાસા કર્યા છે જે અન્ય કોઈ મહિલા ભાગ્યે જ ખુલીને કહે છે.

 

સેકસ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ભૂતકાળ વિશે ગ્વેન્થે લખ્યું કે, 'આ પ્રકારની સર્વિસ લેનારા લોકો હંમેશાં તમારી સાથે સેકસ કરવા માંગતા નથી.'

ગ્વેન્થ કહે છે કે, મોટાભાગના લોકો ઈચ્છે છે કે, બસ કોઈ મહિલા તેમને પ્રેમ કરે. કોઈ મહિલાને પસંદ હોવાની ચાહત જ મોટાભાગના પુરુષોને અમારી પાસે લઈ આવે છે.

ગ્વેન્થે જણાવ્યું કે, તેની પાસે ઘણા પુરુષો એ માટે પણ આવે છે કેમ કે, તેમની પત્ની - ગર્લફ્રેન્ડ તેમને સંતોષ આપી શકતી નથી.

ગ્વેન્થે એ ખુલાસો પણ કર્યો કે, ભલે તે એક સેકસ વર્કર તરીકે કામ કરે છે પણ જયારે તે કોઈની પાસે જાય છે ત્યારે મોટાભાગનો સમય તે માત્ર પુરુષ સાથે વાત જ કરવાની હોય છે.

ગ્વેન્થે પોતાના અનુભવના આધારે લખેલા આ પુસ્તકમાં કહ્યું છે કે, કોઈપણ પુરુષને ઉત્તેજિત કરવા માટે  સ્ત્રીએ શરીર પરથી કપડાં હટાવવાની જરૂર નથી.

ગ્વેન્થે પોતાના ૧૨ વર્ષના કરિયરની મોટાભાગની રાતો વકીલો, નેતાઓ અને સંગીતકારો બેડ પર પસાર કરી છે. આ અનુભવથી મળેલી જાણકારી શેર કરતા તેણે લખ્યું છે કે, 'જો તમને મોટી ડીલ મળી જાય તો માર્કેટ મોટું છે અને જો ડીલ ન મળે તો પણ માર્કેટ છે જ. હું કયારેય તેની પાછળ ભાગી નથી.'

ગ્વેન્થે કહ્યું કે, જુદા-જુદા પુરુષો જુદા-જુદા પ્રકારની  સ્ત્રીઓને પસંદ કરે છે એટલે કયારેય પરફેકશનના પ્રયાસમાં ન રહો.

ગ્વેન્થે ૨૧ વર્ષની ઉંમરથી સેકસ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને હવે તે ૩૯ વર્ષની છે. લાંબો સમય આ કામ સાથે સંકળાયેલી રહ્યાં બાદ તેને એ વાતની ખુશી છે કે, તે આ ઈન્ડસ્ટ્રીનો બીજો પક્ષ પણ જાણે છે. જોકે, ગ્વેન્થનું માનવું છે કે, ૩૦થી ૫૦ વર્ષની મહિલાઓ પણ વેશ્યાવૃત્ત્િ।ના ધંધામાં સફળ છે.(૨૧.૭)

(10:16 am IST)
  • પાડોશી દેશ શ્રીલંકામાં ફેલાઈ ભયાનક સાંપ્રદાયિક હિંસા : બૌધ અને મુસ્લિમ સમુદાય વચ્ચે વધ્યો તણાવ : સરકારે સમગ્ર દેશમાં 10 દિવસ માટે કટોકટી જાહેર કરી : ભારતીય ક્રિકેટ ટીમ T-૨૦ મેચ માટે પહોચી છે શ્રીલંકા : ક્રિકેટપ્રેમિયોમાં ફેલાઈ ચિંતા access_time 3:12 pm IST

  • રિજર્વ બેન્કે બે બેન્કો પર 5 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. જેમાં એક્સિસ બેન્ક પર 3 કરોડ અને ઈન્ડિયન ઓવરસિજ બેન્ક ને 2 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક્સિસ બેન્ક પર ફસાયેલા કરજની ઓળખ સાથે જોડાયેલા કાયદાનું ઉલંઘનનો આરોપ છે અને ઈન્ડિયન ઓવરસિજ બેન્ક પર કેવાઈસીની સાથે સંબંધિત નિયમોના ઉલંઘનનો આરોપ છે access_time 9:28 am IST

  • ટ્રમ્પ અમેરિકી દૂતાવાસ ખોલવા ઇઝરાયલ જશેઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તે દૂતાવાસ ખોલવા માટે ઇઝરાયલની યાત્રા પર જઇ શકે છેઃ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુએ વ્હાઇટ હાઉસમાં થયેલી વાતચીત દરમિયાન ઇરાન વિરૂદ્ધ સંયુક્ત મોરચો ચાલુ રાખવા પૂર્ણ સહમતી વ્યકત કરી access_time 1:39 pm IST