Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

પાકિસ્તાનના કવેટામાં પોલીસ હેડક્વાટરની નજીક બ્લાસ્ટ થતા 5 લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા ક્વેટ્ટામાં એક ભીષણ વિસ્ફોટના અહેવાલ આવ્યા છે. આ વિસ્ફોટકમાં અનેક લોકો ઘવાયાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ એફસી મુસા  ચેકપોઈન્ટની નજીક થયો હતો. એક અહેવાલ અનુસાર રવિવારે સવારે થયેલા આ બ્લાસ્ટમાં 5થી વધુ લોકો ઘવાયાની માહિતી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટ ક્વેટા પોલીસ હેડક્વાટર્રની નજીકમાં સુરક્ષિત વિસ્તારમાં થયો હતો. જ્યાં આ વિસ્ફોટ થયો ત્યાંથી ક્વેટા કેન્ટોનમેન્ટનો ગેટ થોડાક જ અંતરે હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લગતા અફરાતફરીવાળા વીડિયો ફરતા થયા હતા. જોકે હજુ સુધી જાનહાનિ કે ઘાયલોનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. આ દરમિયાન બચાવ અભિયાનનું નેતૃત્વ કરી રહેલા એદહી વર્કર ઝીશાન અહેમદે કહ્યું કે ઘાયલોને સારવાર અર્થે પાકિસ્તાનની જ  સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. 

 

(7:49 pm IST)