Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

શાળાઓમાં ધાર્મિક પોશાક ફરજીયાત કરવા પર ઇંગ્લેન્ડની સરકારનો પ્રતિબંધ

નવી દિલ્હી: શાળાઓમાં ધાર્મિક પોશાક ફરજિઆત કરવા પર ઇન્ડોનેશિયાની સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. થોડા દિવસો પહેલાં મીડિયામાં એક સમાચાર વાયરલ થયા હતા, જેમાં ખ્રિસ્તી ધર્મ પાળતાં એક વિદ્યાર્થિનીને ક્લાસમાં હેડસ્કાર્ફ પહેરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે શાળામાં ઘટના બની છે ત્યાં દરેક વિદ્યાર્થી માટે હેડસ્કાર્ફ પહેરવી ફરજિયાત છે. શાળાઓને પોતાના નિયમો બદલવા માટે ઇન્ડોનેશિયાની સરકારે 30 દિવસનો સમય આપ્યો છે. બુધવારે સરકારે આદેશ પર સહી કર્યા હતા અને જે પણ શાળા આદેશનું પાલન નહીં કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મુસ્લિમ બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયામાં બીજા ધર્મોને પણ સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. પરંતુ દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા વધી રહી છે, જે માટે સરકાર પણ ચિંતિત છે. ઇન્ડોનેશિયાના શિક્ષણ અને સાંસ્કૃતિકમંત્રી નદીમ માકરીમે જણાવ્યું કે, "ધાર્મિક પોશાક પહેરવો કે નહીં વ્યક્તિનો અંગત અધિકાર છે અને બાબતે શાળા નિર્ણય લઈ શકે."

 

 

(4:49 pm IST)