Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કોરોના મહામારીથી બચવા બ્રિટને બે અલગ અલગ વેક્સિનના મિક્સિંગ ડોઝ આપવાની ટ્રાયલ શરૂ કરી

નવી દિલ્હી: દુનિયામાં કોરોના મહામારીનાં અત્યાર સુધીમાં 4000 વેરીએન્ટ બહાર આવ્યા છે. ત્યારે બ્રિટને મહામારીથી બચવા અને તેને રોકવા માટે કોરોનાની બે અલગ અલગ વેકસીનનાં મિકસીંગ ડોઝ આપવાની ટ્રાયલ શરૂ કરી છે. બ્રિટનનું માનવું છે કે પ્રયોગથી વધુ ઝડપથી મહામારીને રોકવામાં મદદ મળશે. બ્રિટનમાં બે વેકસીનોને મિકસ કરીને ડોઝ આપવાનાં પ્રયોગોની વાત છે તો સંશોધન લગભગ 13 મહિના સુધી ચાલનાર છે. સંશોધનનાં માધ્યમથી વૈજ્ઞાનિકો જોવા માંગે છે. અલગ અલગ વેકસીનની ડોઝના મિશ્રણથી શરીરમાં એન્ટી બોડીઝની બનવાની પ્રક્રિયા કેટલી ઝડપથી અને કેટલા દિવસો સુધી બની રહેશે. માનવામાં આવે છે કે શોધના દરેક આંકડા આવવામાં એક વર્ષનો સમય લાગી જશે.

(4:48 pm IST)