Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ઇટાલીમાં ડ્રગ માફિયાઓએ નેપલ્સ શહેરના એમ્બ્યુલન્સ ડ્રાઈવરને આપી આવી ચેતવણી

નવી દિલ્હી: ઈટાલીમાં ડ્રગ માફિયાઓએ નેપલ્સ શહેરના એમ્બ્યુલન્સ ડ્રાઇવર્સને ચેતવણી આપી દીધી છે કે તેઓ પોતાની એમ્બ્યુલન્સમાં સાયરન અને ફ્લેશિન્ગ લાઇટ્સનો ઉપયોગ કરે. ઉલલેખનીય છે કે ઇટાલીની લોકલ ગેંગ અને માફિયાને સાયરન અને એમ્બ્યુલન્સ લાઇટ્સ એટલે પસંદ નથી કેમકે સાયનથી ડ્રગ્સ માફિયા ઘણીવાર કન્ફ્યૂઝ થઈ જાય છે કે પોલીસ તો નથી આવી ગઇ ને? તેના કારણે ડ્રગ્સ માફિયાઓના કસ્ટમર પણ ઘણીવાર ડરી જાય છે અને એવી પરિસ્થિતિઓના કારણે લોકોના બિઝનેસને નુકસાન પહોંચી રહ્યું છે.

             નેપલ્સ શહેરમાં એક મેડિકલ વર્કર ઇમરજન્સીમાં દર્દી માટે એમ્બ્યુલન્સ ચલાવીને જઈ રહ્યો હતો દરમિયાન હેલ્થ વર્કરે સાયરન ચાલુ રાખ્યું હતુંથોડીવારમાં બે લોકો મોટરસાઇકલ પર સવાર થઈને આવ્યા અને એમ્બ્યુલન્સની બારી ખખડાવવા લાગ્યા અને એમ્બ્યુલન્સવાળાને જીવથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા. જ્યારે મેડિકલ વર્કરે ગાડી રોકી તો એક ગેંગના સભ્યએ કહ્યું કે, તને ખબર નથી કે અહીં સાયરન ચલાવવાની મનાઈ છે. આને બંધ કર નહીં તો આજ સમયે તને ગોળીથી ઉડાવી દઇશું.

 

 

(4:48 pm IST)