Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ એક સર્વે મુજબ અસમાન કોરોના રસીની ફાળવણીથી વૈશ્વિક અર્થતંત્રને 9.2 ટ્રિલિયન ડોલરનું નુકશાન થઇ શકે છે

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ એક સર્વેમાં તારણ કાઢવામાં આવ્યું છે કે રસીની અસમાન ફાળવણીથી વૈશ્વિક અર્થતંત્રને 9.2 ટ્રિલિયન ડોલરનું નુકશાન થઇ શકે છે. રૈન્ડ કોર્પોરેશને રીતે અનુમાન વ્યક્ત કર્યું હતું કે વાર્ષિક ખર્ચ 1.2 લાખ કરોડ ડોલર હોઈ શકે છે. મુખ્ય અર્થશાસ્ત્રી કારમેન રેનહાર્ટે કહ્યું હતું કે જો રસી વિતરણ ઝડપથી આગળ વધે તો વર્ષે વૈશ્વિક વૃદ્ધિ વિશ્વ બેંકના 4 ટકાના અંદાજ કરતાં અડધી થઇ શકે છે.

       વિશ્વમાં કોરોના વેક્સીનનું વિતરણ ચાલુ થઇ ગયું છે. અમીર દેશોએ એડવાન્સમાં રસીનું બુકીંગ કરાવી દીધું છે પરંતુ ગરીબ દેશોને નાણાના અભાવે રસીથી વંચિત રહેવું પડ્યું છે. કારણે વૈશ્વિક રસીકરણ પ્રોગ્રામ પાટા પરથી નીચે ઉતરી ગયો હોય તેમ લાગે છે. બ્લૂમબર્ગના વેક્સીન ટ્રેકર અનુસાર વિશ્વમાં કોરોના વેક્સીનના દૈનિક 45 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે અપાઈ રહેલા 12 કરોડ ડોઝમાંથી આશરે 40 ટકા હિસ્સો અમેરિકા અને બ્રિટનનો છે.

 

 

 

(4:47 pm IST)