Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ટ્રમ્પના શાસનકાળ દરમ્યાન લેવાયેલ નિર્ણયને અમલમાં મુકવામાં વિલંબ કરી 2021સુધી એચ-વનબી પોલીસી શરૂ રાખવામાં આવશે

નવી દિલ્હી: જો બાઈડેન વહીવટી તંત્રને જાહેરાત કરી હતી કે ટ્રમ્પના શાસનકાળમાં એચ-વનબી પોલીસી પર લેવાયેલા નિર્ણયોને અમલમાં મુકવામાં વિલંબ કરી 2021 ની 31 ડીસેમ્બર સુધી લોટરી સીસ્ટમથી વિઝા આપવાનું કાયમ રખાશે. ઈમીગ્રેશન એજન્સીને નવી સીસ્ટમ વિકસાવવા, ચકાસવા અને સુધારાઓને અમલમાં મુકવા પુરતો સમય ફાળવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. 7 જાન્યુઆરીએ યુએસસીઆઈએસએ એચ-વનબી વિઝાના સફળ અરજદારો નિશ્ર્ચિત કરવા માટે પરંપરાગત લોટરી સીસ્ટમને ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

             એચ વન-બી વિઝા એવા બિનપ્રવાસી વિઝા છે જે અમેરીકી કંપનીઓને સૈધ્ધાંતિક કે તકનીકી કુશળતાથી આવશ્યકતા ધરાવતી વિશિષ્ટ નોકરીઓ માટે વિદેશી કર્મચારીઓને કામ પર રાખવાની પરવાનગી આપે છે વિઝાનો લાભ લઈને ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશમાંથી સેંકડો કર્મચારીઓને નોકરી પર રાખે છે. યુએસસીઆઈએસે જણાવ્યું હતું કે અમેરિકન કર્મચારીઓનાં આર્થિક હિતનું રક્ષણ કરવા વેતનને અગ્રીમતા આપશે તેમ ઉચ્ચ કૌશલ ધરાવતા વિદેશી કર્મચારીઓને હંગામી રોજગાર યોજનાનો લાભ મળે એની પણ ખાતરી કરશે.

(4:46 pm IST)