Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

આ તે કેવી બીમારી.....મહિલાના દાંતની વચ્ચે ઉગે છે વાળ

નવી દિલ્હી: શરીરના કેટલાક અંગ પર વાળ ઉગવા સામાન્ય બાબત છે. પરંતુ જો વાળ દાંતની સાથે પેઢામાંથી ઊગવા લાગે તો ? ક્યારેય સાંભળ્યું છે તમે આવી સમસ્યા વિશે ? જી હાં તાજેતરમાં જ એક વિચિત્ર બીમારીથી પીડિત એક મહિલા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ મહિલાને હાલત ખૂબ ખરાબ અને દયનીય બની ચુકી છે. કારણ કે તેના પેઢામાંથી વાળ ઉગી રહ્યા છે. હવે વિચાર કરો કે કોઈ વાત કરે કે હસતુ હોય ત્યારે તેના મોંમાં દાંતની સાથે વાળ દેખાય તો કેવું લાગે....

 આ બીમારીનું નામ ગિંગિવલ હર્સુટિઝ્મ છે. તેમાં શરીરના એવા ભાગમાં વાળ ઉગે છે જ્યાં વાળ થવા જ ન જોઈએ. જો કે ડોક્ટરોને આ બીમારીનું કારણ જાણવા મળ્યું નથી. આ બીમારીની સારવાર 10 વર્ષ ચાલે છે. આ બીમારીની સારવારમાં હોર્મોન્સના સ્તરને સુધારવામાં આવે છે. ઈટલીની આ મહિલાને પહેલા ગળા પર વાળ ઉગવાની સમસ્યા થઈ હતી. આ મહિલા પહેલા આ બીમારીથી 5 પુરુષોના કેસ સામે આવ્યા હતા. તેમને પણ પેઢામાં વાળ ઉગતા હતા.

(6:09 pm IST)