Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

હવામાં વિમાનના બે કટકા થઇ ગયા, કાટમાળ ઘર પર પડતાં પાંચ નિર્દોષના મોતઃ બે ઘાયલ

 કેલિફોર્નિયા, તા.૫ ફેબ્રુઆરી, ૨૦૧૯, મંગળવાર કેલિફોર્નિયાના દક્ષિણી પરા યોરબા લિન્ડા વિસ્તારમાં એક નાનું વિમાન હવામાં જ તુટી પડતાં તેના કારણે પાંચ જણા માર્યા ગયા હતા અને બેને ઇજા થઇ હતી. વિમાનનો કાટમાળ રસ્તા પર વિખેરાઇ ગયો હતો અને જે ધરની ઉપર વિમાન પડયું તેમા આગ લાગતાં તેના ચાર સભ્યોના મોત થયા હતા. બે એન્જીન વાળા વિમાનનો એકમાત્ર પાયલોટ પણ દુર્ઘટનામાં માર્યો ગયો હતો, એમ ઓરેન્જ સિટિના શેરિફ લેફ. કોરી મેરિોટોનોએ કહ્યુ હતું.

(3:31 pm IST)