Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વધુ વિહવળતા ધરાવતા લોકોને કૂતરું કરડવાની સંભાવના વધુ

નવી દિલ્હી તા. ૬ :.. જે લોકો બહુ નાની-નાની વાતે વિહવળ થઇ જાય છે તેમને કૂતરૃં કરડે એવી સંભાવનાઓ વધી જાય છે. આવું બ્રિટનની યુનિવર્સિટી ઓફ લિવર પુલના નિષ્ણાતોનું કહેવું છે. ઇંગ્લેન્ડના ચેશાયર પાસેના એક સેમી-ટાઉનમાં ૩૮પ ઘરોમાંથી ૬૯૪ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં કેટલા લોકોને કેટલી વાર કૂતરૃં કરડયું હતું. ડોગ બાઇટને કારણે તેમણે કોઇ ટ્રીટમેન્ટ લીધી છે કે વગેરે  નોંધવામાં આવ્યું હતું આ તમામ લોકોની ઇમાશ્રશનલ  સ્વસ્થત સમજવા માટે પણ કેટલાક સવાલો પુછવામાં આવ્યા હતાં. આ અભ્યાસમાં બન્ને પ્રકરની માહિતીનું સંયોજન અને વિશ્લેષણ કરીને તારવ્યું હતું કે દર ચારમાંથી એક વ્યકિતને કૂતરૂ કરડયું હતું. એમં સ્ત્રીઓ કરતાં પુરૂષોને કૂતરું કરડવાનું પ્રમાણ બમણું હતું. હોસ્પિટલના રેકોર્ડ મુજબ દર ૧ લાખની વસ્તીમાં ૭૪૦ લોકોને કૂતરૂ કરડતું હોય છે. આ અભ્યાસનું રસપ્રદ તારણ એ પણ છે કે જે લોકોના ઘરમાં ડોગી પાળેલા હોય છે તેમને બીજા કૂતરાઓ કરડે એવી સંભાવના ત્રણ ગણી વધુ હતી.  જે લોકો ઇમોશનલી સ્ટેબલ હોય તેમને કૂતરૃં કરડવાની સંભાવના ઓછી હોય છે. એન્ગ્ઝાયટી, ઉદ્વેગ, ચંચળત ધરાવતા લોકોને ડોગબાઇટની સંભાવના વધુ હોય છે.

(11:46 am IST)