Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પ્રેગ્નન્સી દરમ્યાન હાઇપરટેન્શન હોય તો ડિલિવરી પછી બ્લડ-પ્રેશરની સમસ્યા વધે

લંડન તા. ૬ : જે મહિલાઓને પ્રી-એકલેમ્પ્સિયા એટલે કે પ્રેગ્નન્સી દરમ્યાન શરીમાં સોજા અને બ્લડ-પ્રેશર વધી જવાની સમસ્યા હોય તેઓમાં ડિલિવરી પછી પણ હાઇપરટેન્શનની સમસ્યા વધે છ.ે

પ્રી-એકલેમ્પ્સિયામાં બ્લડ-પ્રેશર વધવાની સાથે યુરિનમાં ખાસ પ્રોટીન વધી જાય છે. જેને કારણે સોજા આવે છે.સામાન્ય રીતે આ સમસ્યા ડિલિવરી પછી નોર્મલ થઇ જાય છે, પરંતુ જેમને ખુબ ગંભીર કક્ષાનું પ્રી-એકલેમ્પ્સિયા હોય તેમને બાળકના જન્મ પછી હાઇપરટેન્શન થવાની સંભાવના સાત ગણી વધુ રહે છે. નેધરલેન્ડસના રોટરડેમમાં આવેલા મેડિકલ સેન્ટરના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે પ્રેગ્નન્સી દરમ્યાન ખાસ પ્રોટીન વધી ગયું હોય એવી મહિલાઓમાં લાંબા ગાળે હાઇપરટેન્શન વધુ જોવા મળે છે અને એ મોટા ભાગે લાંબા સમય સુધી એનું નિદાન થતું નથી.(૮.પ)

 

(9:44 am IST)