Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

માત્ર 18 હજારની વસ્તી ધરાવતું આ શહેર હજુ સુધી છે કોરોનાથી સેઇફ

નવી દિલ્હી: માત્ર 18 હજારની વસ્તી ધરાવતા અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવેલા પલાઉ રિપબ્લિકમાં અત્યાર સુધી કોરોના વાઈરસનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ દેશ વેક્સિનેશનની શરૂઆત કરનારા પ્રરંભીક દેશોમાંથી એક છે. દેશને મોડર્ના વેક્સિન મળી છે અને રવિવારથી અહીં વેક્સિનેશન અભિયાન શરૂ થઈ ગયું છે. સરકારે હેલ્થકેર વર્કર્સ અને જેમનામાં સંક્રમણનો સૌથી વધારે ભય હોય તેમને સૌથી પહેલા વેક્સિન આપવાની જાહેરાત કરી છે.

          સમગ્ર દુનિયામાં વાઈરસ ફેલાતા પહેલાં પલાઉએ ગત વર્ષની જાન્યુઆરીથી પ્રતિબંધો લગાવવાના શરૂ કરી દીધાં હતા. માર્ચ સુધીમાં તો દેશે પોતાની સીમાઓને બંધ કરી દીધી હતીજે બાદ દેશે પરિક્ષણ શરૂ કર્યાં અને એપ્રીલ સુધીમાં તમામ લોકો નેગેટિવ આવી ગયા.

(6:22 pm IST)