Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ચીને કોરોના વાયરસની તપાસમાં જતા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને વુહાન જતા અટકાવ્યા

નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસની મહામારી ફેલાવનાર ચીન અવળચંડાઇથી કરવાનું ભૂલશે નહીં. વખતે પણ તેણે કોરોના વાઇરસની ઉત્પત્તિ ક્યાં અને કેવી રીતે થઇ એની તપાસ કરવા ચીનના વુહાન પ્રાંતમાં જવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને ચીને વુહાન જતાં અટકાવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.

      વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ટ્વીટર પર વાત મૂકી હતી કે કોરોના વાઇરસ ક્યાં કેવી રીતે ઉત્પન્ન થયા એની તપાસ કરવા જઇ રહેલા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને ચીને વુહાન જવાની પરવાનગી આપી નથી ચિંતાજનક વાત છે. જો કે ચીને સતત અહેવાલને નકાર્યા હતા. અમેરિકા સહિત આખી દુનિયા કોરોના વાઇરસ માટે ચીનની જવાબદાર ગણતી હતી. જો કે ચીને એવા અહેવાલ કે વિશ્વ અભિપ્રાયની પરવા કરી નહોતી. ચીને કોરોના વાઇરસ માટે ભારત સહિત બીજા કેટલાક દેશોને જવાબદાર ઠરાવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO સમયે પણ ચીનમાં પ્રતિનિધિઓ મોકલીને તપાસ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ચીન માટે પરવાનગી આપવા તૈયાર નથી. એથી ચીન પ્રત્યે શંકાની સોય સતત તકાયેલી રહે છે.

(6:20 pm IST)