Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અમેરિકી રાષ્ટ્રપતિએ આંઠ ચીની સોફ્ટવેર સાથે લેવડ-દેવડ પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે આઠ ચીની સોફટવેર સાથે લેવડ-દેવડ પર પ્રતિબંધ લગાવનાર એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, પ્રતિબંધના આદેશમાં અલીબાબા એન્ટ ગ્રુપનું અલીપે પણ સામેલ છે.એક વરિષ્ઠ પ્રશાસન અધિકારીએ જણાવ્યું હતું કે મહિને ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડને પદભાર ગ્રહણ કરવાની પહેલા બીજીંગ સાથે તનાવ વધ્યો છે. પહેલા પણ ટ્રમ્પની ચીનની એપ પર પ્રતિબંધ લગાવી ચૂકયા છે. ગત વર્ષ ઓગષ્ટ 2020માં ટ્રમ્પે ચીની એપ ટિકટોક અને વી ચેટને 45 દિવસમાં બાન કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રતિબંધના આદેશ પર હસ્તાક્ષર બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે બાન જરૂરી છેકારણ કે 'અવિશ્ર્વસનીય' ડેટા એકત્ર કરવામાં આવે તે દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

(6:20 pm IST)