Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

કેન્‍યામાં અમેરિકી સૈન્‍ય બેસ પર અલ-શબાબનો હુમલોઃ ૩ અમેરિકનોના મોતઃ કેન્‍યામાં અમેરિકી સૈનિકો પર આ રીતનો આ પ્રથમ હુમલો

કેન્‍યામાં એક અમેરિકી સૈન્‍ય બેસ પર રવિવારના થયેલ હુમલામાં એક અમેરિકી સૈનિક અને બે અમેરિકી કોન્‍ટ્રાકટર્સના મોત થયા છે.

કેન્‍યાની સેનાના જણાવ્‍યા મુજબ પલટવારમાં પાંચ હુમલાખોરો માર્યા ગયા. આતંકી સમૂહ અલ-શબાબએ હુમલાની જવાબદારી લેતા કહ્યું કે ૧૭ અમેરિકી અને કેન્‍યાના ૯ સૈનિક માર્યા ગયા જયારે ૭ એરક્રાફટ નષ્‍ટ થયા છે.

(10:17 pm IST)